મોરબીના પીપળી ગામના આધેડને જાનથી મારી નાખવાની ધમકી

- text


મોરબી : મોરબીના પીપળી ગામના આધેડને સાવડી સરૈયાના ત્રણ અને કાલિકા પ્લોટ મોરબીના એક વ્યક્તિએ ફોનમાં અને રૂબરૂ મળી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ ફોન પડાવી લેતા આ મામલે પોલિસ ફરિયાદ નોંધાવી છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના પીપળી ગામના રહીશ ગૌતમભાઈ સોમાભાઈ આંબલીયાને નાગજી ઉર્ફે પાગો ગેલાભાઈ ચૌહાણ, મનસુખ ગેલાભાઈ ચૌહાણ, કલ્પનાબેન મનસુખભાઈ ચૌહાણ રહે. ત્રણેય સાવડી તા. ટંકારા તેમજ મનુભાઈ દેવજીભાઈ સોલંકી રહે. મોરબી કાલિકાનગર વાળાએ અગાઉ ફોન પર ધમકીઓ આપી હતી અને બાદમાં રૂબરૂ મળીને ચારેય ઈસમોએ ધમકી આપી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે તેમનો મોબાઈલ પડી જતા મોબાઈલનું મેમરીકાર્ડ અને સીમકાર્ડ પડાવી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text