મોરબીમાં જલારામ મંદીર સામે સ્ટ્રીટ લાઈટ ગાયબ : પાલિકા સામે સવાલ ઉઠાવતા મંદિરના અગ્રણીઓ

- text


આખા અયોધ્યાપુરી રોડ ઉપર સ્ટ્રીટ લાઈટ ચાલુ અને જળતાં મંદિર સામેની લાઈટો જ કાઢી નખાતાં આશ્ચર્ય

મોરબી : મોરબી અયોધ્યાપુરી રોડ પર આખા રોડ પરની એલ.ઈ.ડી. સલામત છે પરંતુ માત્ર જલારામ મંદીર સામે ની જ બન્ને બાજુ ની લાઈટો ગાયબ થઈ જતા જલારામ સેવા મંડળના મહામંત્રી ચિરાગ રાચ્છ ઉકળી ઉઠ્યા છે અને પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.

જલારામ સેવા મંડળના ચિરાગ રાચ્છે જણાવ્યું હતું કે મોરબી નગરપાલીકા ભાજપ સંચાલીત છે જે ભાજપ હીન્દુત્વના નામ પર વોટ માંગે છે તો તેમના સાશન મા માત્ર મંદીર સામેની જ લાઈટો ગાયબ કેમ???

મોરબી જલારામ મંદીર દ્વારા બીનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, શબ વાહીની સેવા, અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા, સામુહીક અસ્થિ વિસર્જન, એમ્બુલન્સ સેવા, દરરોજ સાંજે ભોજન પ્રસાદ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓ ની સેવા, પ્રાર્થના હોલ સહીત ની માનવસેવા વિનામુલ્યે સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે. તો માત્ર આજ મંદીર ની સામે ની બંને બાજુ ની ચાલુ લાઈટો કાઢી જવા નો શુ અર્થ?? આટલી ઉંચાઈ પર આવેલ થાંભલા પરથી લાઈટો કોણ ઉતારી શકે??

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ ના આગેવાનો શાસિત મોરબી નાગરીક બેંક દ્વારા જલારામ મંદીર ને ભેટ માં આપેલ ગાડી પણ પરત લઈ લેવા મા આવી છે, જ્યારે થોડા સમય પહેલા ચાલુ હાલતની લાઈટો કાઢી લેવા મા આવી??? શું સર્વ જ્ઞાતિય માનવ સેવા પ્રદાન કરવી ગુનો છે?? શુ બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર કરવા ગુનો છે??? શુ આ છે હીન્દુત્વ???

ઉંચાઈ પર આવેલ લાઈટો મોટા ઘોડા વિના કોઈ ચોર તો ચોરી ન શકે.. તો આ લાઈટો કોને કાઢી?એના પાછળ કોનો દોરી સંચાર છે? અને શુ હેતુ છે? જેવા સવાલો ચિરાગ રાચ્છ દ્વારા અંતમાં ઉઠાવવામાં આવ્યા છે.

- text