મોરબીમાં સાત વર્ષના બાળકનું અપહરણ : ગણતરીની મિનિટોમાં અપહરણકર્તા ઝડપાયા

- text


જીઆરડી જવાને બહાદુરી પૂર્વક અપહરણકર્તાની ચુંગાલમાંથી બાળકને છોડાવ્યો : અપહરણકારોને વાંકાનેર તાલુકા પોલીસે ઉપાડી લીધા

મોરબી : મોરબીના રવાપર રોડપર આવેલી જનતા સોસાયટીમાં આજે સવારમાં બે અપહરણકર્તાઓએ પટેલ ઉદ્યોગપતિના સાત વર્ષના બાળકનું અપહરણ કરી નાસી છુટતા સનસનાટી મચી ગઇ હતી, જો કે રફાળેશ્વર નજીક જીઆરડી જવાને બહાદુરીપૂર્વક અપહરણકારોની ચુંગાલમાંથી બાળકને છોડવી લીધો હતો અને બન્ને આરોપીઓને વાંકાનેર તાલુકા પોલીસે ઉપાડી લીધા છે.

મોરબીમાં છડે ચોક થયેલા આ અપહરણની ધટના જોઈએ તો આજે સવારે મોરબીના રવાપર રોડ ઉપર જનતા સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ પાડલીયાના પત્ની બાળકોને સ્કૂલે મોકલવા માટે પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઉભા હતા ત્યારે બે અજાણ્યા ઈસમો બાઇક લઈને ઘર પાસે આવ્યા હતા અને અને કોઈ બાબતની પૃચ્છા કરતા બાળકના માતા ઘરની અંદર ગયા હતા અને આજ સમયે મોકો પારખી મજબૂત બાંધાનો યુવાન જીજ્ઞેશભાઈના ૭ વર્ષના પુત્ર દેવને ઉઠાવી બાઇક ઉઓર નાસી છૂટ્યો હતો.

જો કે આ સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને તાકીદે પોલીસને જાણ કરી જીજ્ઞેશભાઈ અને તેમના પરિવારજનો અને આડોશી પાડોશી અપહરણકર્તાઓનો પીછો કર્યો હતો.

- text

બીજી તરફ અપહરણના સમાચાર વાયુવેગે સોશ્યલ મીડિયામાં બાળકના ફોટા અને સીસીટીવી ફૂટેજ સાથે ફરવા લાગતા અન્ય લોકો પણ હરકતમાં આવ્યા હતા.

વધુમાં અફરણકર્તા ઈસમો કેનાલ રોડથી રફાળેશ્વર તરફ ભાગ્ય હોવાનું માલુમ પડતા પોલીસે ચારે તરફથી નાકાબંધી કરી હતી અને જિલ્લાભરની પોલીસની ગાડીઓ છૂટી ગઈ હતી.

દરમિયાન અપહરણકર્તા રફાળેશ્વર મંદિર તરફ આવી રહ્યા હોવાનું માલુમ પડતા નજીકમાં જ રહેતા એક જીઆરડી જવાને હિંમતપૂર્વક અપહરણકારોને આંતર્યા હતા અને આજ સમયે વાંકાનેર તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જતા અફરણકર્તાઓની ચુંગાલમાંથી બાળકને મુક્ત કરવી પરિવારજનોને સોંપી આપી બન્ને શખ્સોને વાંકાનેર તાલુકા પોલીસ મથકે લઈ જવાયા હતા.

 

ફોટો : અતુલ જોશી

- text