અપરણકર્તાઓને પકડવામાં મોરબી જીઆરડી જવાન મુકેશભાઈ હીરો સાબિત થયા

- text


મોરબી : મોરબીમાં આજે વહેલી સવારે સાત વર્ષના માસુમ બાળક દેવ જીજ્ઞેશભાઈ પાડલીયાનું અપહરણ થયા બાદ ગણતરીની મિનિટોમાજ બાળકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવામાં મોરબીના જીઆરડી જવાન મુકેશભાઈ રતિલાલભાઈ હડિયલ અને બાળકના મામાએ ગજબની હિંમત દાખવી પોલીસ પહોંચે તે પહેલાં જ બાળકને મુક્ત કરાવ્યો હતો.

આ અપહરણની ઘટના અંગે મોરબીના જીઆરડી જવાન મુકેશભાઈ હડિયલે જણાવ્યું હતું કે સવારે અમારા જમાદારનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો કે એક બાળકનું અપહરણ થયું છે અને તેના ફોટા તથા સીસીટીવી વિડીયો જોતા રફાળેશ્વર રોડ પર સતર્ક બન્યો હતો અને બરાબર આજ સમયે બને અપહરણકર્તા ત્યાંથી પસાર થતા મેં અને બાળક દેવના મામાએ સાથે મળી બાળકને હિંમતપૂર્વક છોડવી પોલીસને જાણ કરી બને શખ્સોને દબોચી લીધા હતા.

વધુમાં આ બન્ને શખ્સો હિન્દીભાષી હોવાનું અને હજુ એક અન્ય શખ્સ આ અપહરણકર્તાઓ સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું.

જો કે હાલ તો બાળક હેમખેમ ઘરે પહોંચી ગયો છે અને પરિવારજનોની જાગૃતતા અને જીઆરડી જવાનની બહાદુરી રંગ લાવી છે.

- text

અપહરણની ઘટના બાદ ગણતરીની મિનિટોમાં જ અપહરણકારો ઝડપાઇ જવાની સાથે બાળક હેમખેમ મળી આવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠકના ભાજપના ઉમેદવાર રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ સહિતના સ્ટાફે બાળકના પિતા જીજ્ઞેશભાઈને માસુમ બાળક દેવ સોંપી આપ્યો હતો.

જ્યારે આ ઘટનાની પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં અપહૃત બાળકના પિતા જીજ્ઞેશભાઈ કોસ્મો સીરામીક નામની ફેકટરી ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં જીજ્ઞેશભાઈના પુત્ર દેવનું અહરણકારોએ શા માટે અપહરણ કર્યું ? શુ જીજ્ઞેશભાઈને કોઈની સાથે અદાવત છે કે નાણાં પડાવવા માટે તેમના પુત્ર દેવને કિડનેપ કરવામાં આવ્યો સહિતના પ્રશ્ને હાલમાં પોલીસે બન્ને અપહરણકર્તાઓની અજ્ઞાત સ્થળે પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text