મોરબી : 4 વાગ્યા સુધીમાં ટંકારામાં 68 અને મોરબીમાં 64 ટકા મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદારોએ જબરા જોશ સાથે સવારથી મતદાન મથકો પર જાણે તૂટી પડ્યા હોય તે રીતે મતદાન કરી બપોરે 4 વાગ્યા સુધીમાં પડધરી- ટંકારા બેઠકમાં 68.50 ટકા અને મોરબીમાં 64.76 અને વાંકાનેરમાં 69.07 ટકા મતદાન નોંધાયું હતું.

મોરબી જિલ્લામાં વિધાનસભા બેઠક દીઠ સાંજના 4 વાગ્યા સુધીના મતદાનના આંકડા જોઈએ તો મોરબી- માળીયા બેઠકમાં સાંજ ના 4 વાગ્યા સુધીમાં કુલ 64.76 ટકા મતદાન થયું છે જેમા 90888 પુરુષ અને 74891 સ્ત્રી મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- text

જ્યારે ટંકારા- પડધરી બેઠકમાં 4 વાગ્યા સુધીમાં 68.50 ટકા મતદાન થયું હતું અને 82765 પુરુષો અને 71020 સ્ત્રી મતદારોએ મતદાન કરી લોકશાહીનું પર્વ ઉજવ્યું હતું.

આ ઉપરાંત વાંકાનેર- કુવાડવા બેઠકમાં 4 વાગ્યા સુધીમા 69.07 ટકા મતદાન નોંધાયું હતું.

- text