મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં ઇવીએમ, વીવીપેટ સાથે ચૂંટણી ફરજ પર સ્ટાફ તૈનાત

- text


મોરબી : આવતી કાલ તા.૦૯-૧૨-૨૦૧૭ના રોજ ગુજરાતની વિધાનસભા ૮૯ બેઠકો માટે પ્રથમ તબ્બકાનું મતદાન થનાર છે. ત્યારે આજે ૬૫-મોરબી વિધાનસભા બેઠક માટે ગર્વમેન્ટ પોલીટેકનિક બિલ્ડીંગ, ધુંટૂ રોડ મોરબી, ૬૬-ટંકારા વિધાનસભા બેઠક નો ઓરપેટકન્યા વિધાલય, ટંકારા જયારે ૬૭-વાંકાનેર વિધાનસભા બેઠક માટે અમરસિંહજી હાઇસ્કૂલ, વાંકાનેર ખાતેથી મોરબી જિલ્લાની ત્રણે વિધાનસભા બેઠકના દરેક બુથ ઉપર સ્ટેશનરી, ઇ.વી.એમ. તથા વીવીપેટ સાથે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરજ પરનો સ્ટાફ રવાના કરી દેવામાં આવેલ છે. જે સ્ટાફ પોતાના બુથ પર પોહચી પોલિંગ બુથનો કબજો મેળવી ફરજ પર તૈનાત થઈ ગયો છે.

- text

મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની ૮૮૦ મતદાન મથકો માટે કુલ ૩૮૬૪ પોલીગ સ્ટાફ જુદા જુદા ૧૦૧ રૂટમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે રવાના કરવામાં આવેલ છે. મોરબી જિલ્લામાં કુલ ૭૨૫૧૦૦ મતદારો નોંધાયેલા છે.

 

- text