ટંકારાના નેકનામ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રના કાંગસિયા સમાજનું મહાસંમેલન યોજાયું

- text


વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા પ્રથમ વખત એક છત્ર નીચે કાંગસિયા સમાજને એકત્રિત કરાયો

ટંકારા : સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જ્ઞાતિના કાંગસિયા સમાજનું તાજેતરમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેકનામ ખાતે વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા યોજવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં વિચારતી અને વિમુક્ત જ્ઞાતિ હેઠળ આવતા કાંગસિયા સમાજનો બહુ મોટો સમુદાય વર્ષોથી વસવાટ કરે છે પરંતુ આ પછાત સમુદાયને આજદિન સુધી પાયાની સુવિધાઓ મળી નથી.

કાંગસિયા સમાજની મોટી વસ્તી હોવા છતા તેઓને ઘરથાળ માટેના પ્લોટ, એમના બાળકોને શિક્ષણ, રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટનીકાર્ડ કે અન્ય કોઈ સરકારી યોજના અંતર્ગત લાભ અપાતો ન હોય રાજ્યમાં વિચરતી અને વિમુક્ત જ્ઞાતિ માટે કામ કરતી સંસ્થા વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા નેકનામ ખાતે સૌરાષ્ટ્ર કક્ષાનું મહાસંમેલન યોજવામાં આવેલા જેમાં મોટી સંખ્યામાં કાંગસિયા સમાજના લોકો હાજર રહ્યા હતા.

- text

ઉલ્લેખનીય છે કે વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આવા વિમુક્ત અને વિચરતા સમુદાય માટે સેવા કાર્ય કરી તેઓને વગર વ્યાજે લોન પણ આપવામાં આવે છે અને સરકારની તમામ યોજનાનો લાભ મળે તે હેતુથી સરકારની જુદી-જુદી યોજના આ સમાજ સુધી પહોચડવા માટેના જરૂરી તમામ પ્રયાસો હાથ ધરવા આ મહાસમેલનમાં નક્કી કરાયું હતું.

કાંગસિયા સમાજના મહા સંમેલનને સગલ બનાવવા ખોડુભાઈ કાંગસિયા, મચ્છાભાઈ કાંગસિયા, સુલતાનભાઈ કાંગસિયા, સંસ્થાના કાર્યકર કનુભાઈ બજાણીયા, છાયાબેન પટેલ અને સંસ્થાના પ્રમુખ મિતલબેન પટેલે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

આ મહા સંમેલનમાં વિચરતી અને વિમુક્ત જાતિના કાંગસિયા સમાજના લોકો સ્થિર બને અને પગભર થાય અને તમામ સવલતો મળે તે માટે સંસ્થા તમામ પ્રયત્નો કરવાની સાથે વગર વ્યાજની લોન આપવાનું પણ જાહેર કર્યું હતું અને સંસ્થાના પ્રમુખ મિતલબેન પટેલ આ સમુદાયની વહારે આવી સમાજ ઉત્કર્ષ માટે તમામ મદદની ખાત્રી આપી હતી.

- text