માળીયાના કાજરડા નજીકથી દેશી બંદૂક સાથે યુવાન ઝડપાયો

- text


માળીયા:માળીયાના કાજરડા નજીક ચીખલી ગામની સીમ તરફ જવાના રસ્તેથી એસઓજી સ્ટાફે મુસ્લિમ યુવાનને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

મોરબી એસઓજી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ આજે એસઓજી પીએસઆઇ બી.ટી.ગોહિલ સહિતનો એસ.ઓ.જી.સ્ટાફ માળીયા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે કાજરડા ગામ નજીકથી ચીખલી જવાના રસ્તેથી હનીફ ઉમરભાઈ ભટ્ટી,મિયાણા ઉ.૪૫ રહે કાજરડા વાળો પાસ પરમીટ વગર દેશી બનાવટની બંદુક સાથે રાખી મળી આવતા, આર્મ્સ એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી માળીયા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવેલ હતો.

- text

આ કામગીરી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.ટી.ગોહિલ તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સટેબલ શંકરભાઇ ડોડીયા, કિશોરભાઈ મકવાણા,પ્રવીણસિંહ ઝાલા, જાડેજા,જયસુખભાઈ વસીયાણી,ફારૂકભાઈ પટેલ પટેલ,નરેન્દ્રસિંહ જાડેજા,ભરતસિંહ ડાભી,ધર્મેન્દ્રભાઈ વાઘડિયા,તથા વિજયભાઈ ખીમાણિયા સહિતનાઓએ કરી હતી.

 

- text