૧૪મીએ મોરબી જિલ્લામાં ઓબ્ઝર્વરનું આગમન

- text


મોરબી જિલ્લામાં જનરલઓબ્ઝર્વર,ખર્ચ ઓબ્ઝર્વર,અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર નજર રાખવા પોલીસ ઓબ્ઝર્વર પણ આવશે

મોરબી:આગામી વિધાનસભા ચૂંટણીમાં આદર્શ આચાર સહિતાની અમલવારી અને નિર્ભય ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ તે માટે ચૂંટણીપંચ દ્વારા મોરબી જિલ્લામાં જનરલ,ખર્ચના અને પોલીસ ઓબ્ઝર્વર મુકવામાં આવ્યા છે જે ૧૪ નવેમ્બરે ચૂંટણી મોરચો સાંભળી લેશે જોકે ખર્ચ અંગેના ઓબ્ઝર્વર ૨૧ મીએ આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વિધાનસભા ચૂંટણી ૨૦૧૭ અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે અલગ-અલગ ઓબ્ઝરવરની નિમણુંક કરવામાં આવી છે જેઓ ચૂંટણી અંગેનું જાહેરનામું વિધિવત અમલી બનતા જ મોરબી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં મોરચો સાંભળી લેશે.

- text

મોરબી જિલ્લા મોરબી-માળીયા,વાંકાનેર-કુવાડવા અને ટંકારા-પડધરી બેઠક મળી કુલ ત્રણ બેઠકો માટે જનરલ ઓબ્ઝર્વર,ખર્ચના ઓબ્ઝર્વર અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર નજર રાખવા પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવશે જે તમામ બાબતો પર બારીકાઈથી નજર રાખશે.

દરમિયાન વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ૧૪ નવેમ્બરથી વિધિવત ચૂંટણી પ્રક્રિયા અંગેનું જાહેરનામું અમલી બનશે અને ઉમેદવારીપત્ર ભરવાનું શરૂ થશે અને તે પહેલાં જ જનરલ ઓબ્ઝર્વરનું મોરબી જિલ્લામાં આગમન થનાર હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન બે દિવસ પૂર્વે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકમાં પ્રથમ તબક્કામાં યોજાનાર ચૂંટણી માટે વિધાનસભા બેઠક વાઇઝ ઓબ્ઝરવરો નક્કી કરી લેવાયા હતા અને ૨૧ મી સુધીમાં ખર્ચ અંગેના ઓબ્ઝરવરોને મોરચો સંભાળી લેવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આમ, મોરબી જિલ્લામાં આગામી ૧૪ મી સુધીમાં કેન્દ્રીય ઓબ્ઝરવરોનું આગમન થતા જ આચારસંહિતા સહિતની બાબતોમાં બાજનજર ચાલુ થઈ જશે.

- text