૨૭૨ બોટલ દારૂ સાથે વીંછીયાનો શખ્સ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઝડપાયો

- text


આરઆર સેલના ઉપર છાપરી બે સફળ ઓપરેશન

મોરબી:આર આર સેલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાતમીને આધારે વધુ એક ઓપરેશન પાર પાડી લાખો વિદેશી દારૂ અને કાર સાથે સાથે વીંછીયાના ઓળી ગામના બૂટલેગરને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આરઆર સેલને મળેલી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી હતી ત્યારે રાજકોટના ઘંટેશ્વરના બુટલેગરો મારુતિ સ્વીફ્ટ કારમાં દારૂ લાઇ પસાર થતા આર આર સેલે અટકાવી તલાશી જારી હતી ત્યારે જ મારુતિ ફ્રેન્ટિ કારમાં ૨૭૨ બોટલ વિદેશી દારૂ સાથે નીકળેલ વીંછીયાના ઓળી ગામના મનસુખ કોળી સહિત બે શખ્સો ઝડપાઇ ગયા હતા.

- text

પોલીસે વિદેશી દારૂ અને મારુતિ ગાડી મળી લાખોની માલમતા કબજે કરી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

ફાઈલ ફોટો

- text