વડાપ્રધાન મોદીના જન્મ દિવસે મોરબીમાં સફાઈ કર્મીઓનું સન્માન

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસે સફાઈ અભિયાન ચલાવી સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવા આજ રોજ મોરબીના ગાંધીચોક ખાતે જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સફાઈ અભિયાન ચલાવી સફાઈ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, જ્યોતિસિંહ જાડેજા, આપાભાઈ કુંભારવાડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text