મોરબીના રુષભનગરમાં સમડી ત્રાટકી:મહિલાના ચેનની ચિલ ઝડપ

- text


મોરબી:મોરબી ગુન્હા ખોરી માજા મૂકી રહી છે,ઘરફોડીના ઉપર છાપરી બનાવો બાદ ગઈકાલે સમડીએ સરનામું પૂછવાને બહાને મહિલાનું ગળું અળવું કરી ૨૫૦૦૦ન સોનાના ચેનની ચિલ ઝડપ કરતા ચકચાર જાગી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઋષભનગર-૩માં બ્લોક નં-૭૮માં રહેતા પ્રતિમાબેન નિકુંજરાય સંપટે મોરબી બી.ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે સાંજના સમયે બે અજાણ્યા શખ્સો સરનામું પૂછવાના બહાને ઘર પાસે આવી તેમના ગળામાં પહેરેલ સોનાનો ચેન છીનવી નાસી ગયા હતા.
આ મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ૨૫૦૦૦ના ચેનની ચિલઝડપ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text