કલેકટર કચેરીના જનરેટરે વિજકર્મીનો ભોગ લીધો: તોળાતા આકરા પગલાં

- text


જિલ્લા સેવાસદનમાં જનરેટર ફિટ કરનારની અક્ષમ્ય બેદરકારી ખુલી પડી

- text

મોરબી:મોરબીમાં ગઈકાલે વીજ ફોલ્ટ રીપેરીંગ કરતી વેળાએ વીજ પુરવઠો શટડાઉન હોવા છતાં વીજકર્મીનું મૃત્યુ નિપજતા આ મામલે જેટકો દ્વારા તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી અને જિલ્લા કલેકટર કચેરીમાં જનરેટરનો પાવર રિટર્ન થતા વિજકર્મીનો ભોગ લેવાયો હોવાનું બહાર આવ્યું છે,આ મામલે જવાબદારો સામે કડક પગલાં તોળાઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે જેટકોમાંથી વીજ પુરવઠો શટડાઉન કરી હાઇવે ઉપર પીજીવીસીએલ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વિજપોલ ઉપર ચડી કામગીરી કરી રહેલા વિજકર્મીનો અચાનક રિટર્ન પાવર આવતા વીજ પોલ ઉપરથી નીચે પટકાતા ત્રણ મહિના અગાઉ જ નોકરી પર ચડેલા મૂળ વઢવાણ અને હાલ મોરબીના હરિપર કેરળા ગામે રહેતા ધર્મેન્દ્ર ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.૨૬)નું કરુણ મૃત્યુ નિપજ્યુ હતું.
દરમિયાન વિજપ્રવાહ બંધ હોવા છતાં કેવી રીતે વીજ પ્રવાહ આવ્યો તે અંગે તપાસ કરતા જિલ્લા કલેકટર કચેરીના જનરેટર સેટમાંથી વિજપ્રવાહ રિટર્ન આવ્યો હોવાનું ખુલ્યું હતું.
વધુમાં આ મામલે પીજીવીસીએલના પરેશભાઈ ધુલિયાએ આ વાતને સમર્થન આપ્યું હતું અને વીજ અધિકારી આર.સી પટેલે કલેક્ટર કચેરીમાં ખામીયુક્ત રીતે જનરેટર ફિટ કરનાર જવાબદાર સામે પગલાં ભરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text