રાજકોટ-મોરબી ડેમુ ટ્રેનમાં સમય ફેરફાર કરવાની માંગ

- text


મોરબી : રાજકોટ મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેન સેવાને તા.૧૨ સુધી બંધ કરવામાં આવી છે. ત્યારે આ ટ્રેન સેવાને લઈને રાજકીય હસ્તક્ષેપનો થઇ રહેલા વિવાદ અંગે સાંસદ કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ ટ્રેન સેવાનો મોરબીના મહતમ લોકો લાભ લઇ શકે તે માટે મેં રોષે તંત્રને ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે. સાંસદ મોહન કુંડારીયાએ જણાવ્યું હતુકે, રાજકોટ મોરબી ડેમુ ટ્રેન જ્યારથી શરૂ થઇ ત્યારથી અનેક સંસ્થા અને લોકોની માંગ હતીકે મોરબીને અનુકુળ આવે એવા સમયે ટ્રેન દોડાવવામાં આવે. ખાસ કરીને આ ટ્રેન સવારે રાજકોટથી મોરબી આવે છે. અને સાંજે મોરબીથી રાજકોટ જાય છે. આ સમયની અગવડતાને કારણે ઘણા બધા લોકો લાભ લઇ શકતા ન હતા. એક સાદું લોજીક છેકે, નાના સીટી માંથી લોકો મોટા સિટીમાં કામ અર્થે જતા હોય છે. અને મોટા સિટીમાંથી ઓછા લોકો નાના સિટીમાં આવે છે. એ હિસાબે મોરબીથી રાજકોટ દૈનિક અપડાઉન કરવા વારો બહુ મોટો સમુદાય છે. જોકે સવારે મોરબીથી ટ્રેનને દોડવવામાં આવે તો સવારે નોકરીયાતો સહીત ઘણા મોટા પ્રમાણે લોકોને ફાયદો થઇ શકે છે. એજ રીતે સાંજે રાજકોટથી આ ટ્રેન મોરબી પરત આવે તો રાજકોટથી સવારથી નોકરી તથા દવાખાના અને અન્ય કામ કરીને પરત આવનાર લોકોમાં લાભદાયી રહે તેમ છે. અને એસટી પરનું ભારણ ઘટશે તથા ખાનગી વાહનોમાં મુસાફરી બહુ જ ઓછી થશે. ખરેખર તો રાજકોટ કરતા આ ટ્રેનની મોરબી માટે વધુ જરૂર છે. આથી જ તેમણે આ ટ્રેનની સવારે મોરબીથી દોડવવા અને સાંજે રાજકોટથી મોરબી પરત તરફ આવવા માટેની રેલ્વે તંત્રને રજૂઆત કરી છે.

- text

 

- text