લાલપર ગામ નજીક મોબાઇલની દુકાનમાં ઘુસી લૂંટ ચલાવતા હિન્દીભાષી શખ્સો

- text


રાત્રે દોઢ વાગ્યે મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ત્રાટકી દુકાનદારને લમઢારી મોટરસાયકલ,નવા-જુના મોબાઈલાને રોકડ મળી 27500ની લૂંટ

મોરબી : મોરબીના લાલપર ગામ નજીક આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં ત્રાટકી ગઈકાલે મોડી રાત્રે બે અજાણ્યા હિન્દીભાષી શખ્સોએ દુકાનદારને મારમારી નવા-જુના મોબાઈલ,રોકડ રકમ ઉપરાંત મોટરસાયકલ સહિત રૂપિયા 27500ની લૂંટ કરતા ચકચાર જાગી છે.
પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં વર્ધમાન નગરમાં રહેતા અને લાલપર નજીક અક્ષર મોબાઈલના નામે મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા દીપકભાઈ પ્રાગજીભાઈ વાઘડિયા નામનો યુવાન ગઈકાલે રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પોતાની લાલપર ગામ નજીક આવેલી દુકાને હતા ત્યારે અંદાજે 20 થી 25 વર્ષની ઉંમર ધરાવતા બે અજાણ્યા શખ્સો દુકાન માં ઘુસ્યા હતા અને લોકન્ડના પાઈપથી માથાના ભાગે ઇજા કરી લૂંટ ચલાવી હતી,
બે અજાણ્યા હિન્દીભાષી શખસો દ્વારા મોબાઇલની દુકાનમાં રહેલા 8 ડેમો મોબાઈલ કઈ.2500,10 થી 15 જેટલા રિપેરીંગમાં આવેલા મોબાઈલ,કઈ.7000 ઉપરાંત દુકાનદાર પાસે રહેલ રોકડ રકમ 3000 અને ફરિયાદીને હીરોહોન્ડા જીજે-3 સીબી-9095 મો.સા. જેની કિંમત 15000 તેમજ ફરિયાદીને આધારકાર્ડ,લાયસન્સ,આરસી બુક સહિતના ડોક્યુમેન્ટની લૂંટ ચલાવી હતી. આ મામલે તાલુકા પોલીસે મારમારી લૂંટ કરવા અંગે અજાણ્યા બે હિન્દીભાષી શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ પીએસઆઇ રાણા ચલાવી રહ્યા છે.

- text

- text