રાષ્ટ્રપતિને રાખડી બાંધતી વાંકાનેર તાલુકાની બહેનો

- text


વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાથે પણ શુભેચ્છા મુલાકાત યોજાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોળી સમાજની બહેનો આ રક્ષાબંધન પર્વને ક્યારેય નહીં ભૂલે,કારણકે આ વર્ષે કોળી સમાજની બહેનોએ દેશના સર્વોચ્ચ બંધારણીય હોદા પર બિરાજમાન મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીને રાખડી બાંધી હતી.
ગઈકાલે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી 100 બહેનો ગયા હતા જેમાં વાંકાનેર તાલુકાની બહેનોએ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજી ને રાખડી બાંધી હતી. આ રાખડી બાંધવાનો કાર્યક્રમ જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને રાજકોટ નાં સાંસદ શ્રીમોહનભાઈ કુંડારીયા ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આ તકે વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ અને કોળી સમાજ ના આગેવાન ગોરધનભાઈ સરવૈયા ની આગેવાનીમાં તાલુકાની બહેનોએ રાષ્ટ્રપતિને રાખડી બાંધી હતી અને બાદમાં બધાને રાષ્ટ્રપતિભવનમાં ભોજન કરાવેલ અને બીજા દિવસે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

- text

- text