મચ્છુ નદીના પાણી દરિયામાં જતા અટકાવનાર સોલ્ટ કંપની વિરુદ્ધ પગલાં ભરવા ફરિયાદ

- text


માળીયા માં સર્જાયેલી હોનારત માટે દેવ સોલ્ટ જવાબદાર હોવાનો મીઠા ઉદ્યોગ એસોસિએશનની લેખિત રજૂઆત થી ખળભળાટ

મોરબી : માળીયામાં મચ્છુ નદીના પાણી ફરી વાલ્વ પાછળ દેવ સોલ્ટ નામની કંપની જવાબદાર હોવાથી આ કંપની વિરુદ્ધ પગલાં ભરી કંપની દ્વારા સુરજબારી પુલ નજીક બનાવાયેલ રાક્ષસીપાળા ને યુદ્ધના ધોરણે તોડી પાડવા તેમજ માનવ જિંદગી સામે જોખમ ઉભું કરવા બદલ તાકીદે લીઝ રદ કરવા માળીયા સોલ્ટ મેન્યુ.એસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકામાં આવેલ દેવ સોલ્ટ કંપની દ્વારા સુરજબારી પુલ નેશનલ હાઇવેથી દરિયાની અંદર તરફ 18 થી 20 કિમિ. મહાકાય પાળો બનાવી લેવામાં આવતા ચોટીલા,મોરબી તરફ થી આવતા મચ્છુ નદીના પાણીનો પ્રવાહ દરિયામાં જી શકતો નથી પરિણામ સ્વરૂપ તાજેતરમાં માળીયા તાલુકામાં જાન-માલને મોટી ખાના-ખરાબી સહન કરવી પડી હોવાની ચોંકાવનારી હકીકત માળીયા સોલ્ટ મેન્યુફેક્ટરીંગ એસોસિએશન દ્વારા સ્થાનિક કક્ષાએથી લઇ ગાંધીનગર સુધી લેખિતરૂપે જણાવવામાં આવી છે.

- text

માળીયા સોલ્ટ મેન્યુ એસોસિએશન ના પ્રમુખ અયુબભાઈ અબ્દુલાભાઇ મોવર દ્વારા કરવામાં આવેલી રજૂઆત માં જણાવાયું છે કે દેવ સોલ્ટ કંપનીએ કુદરતી પાણી નો પ્રવાહ રોકતા સુરજબારી ક્રિકેટ થી હડકાયા નેસ જતો દરિયાઈ પ્રવાહ સદંતર બંધ થયો છે પરિણામે હરિપર,ગુલાબડી,ઝાંઝસર,દેવગઢ,ભાવપર સહિતના ગામો ડૂબ્યાં હતા.

આ સંજોગો માં માળીયામાં આવેલા પૂર અને હોનારત માટે દેવ સોલ્ટ ને જવાબદાર ગણી કંપની સામે પગલાં ભરવા, કંપનીએ બનાવેલા રાક્ષસી પાળા નો નાશ કરી માનવ માટે આફત ઉભી કરનાર કંપની સંચાલકો સામે લીઝ શરતભંગ ના પગલાં ભરવા માળીયા સોલ્ટ મેન્યુ ફેક્ચર એસો.દ્વારા અંતમાં માંગણી ઉઠાવવા માં આવી હતી.

- text