ટંકારા : જમીન વહેંચણીનો ઝગડો છડેચોક

- text


રાજકોટ મોરબી રોડની ખીજડીયા ચોકડી પાસે જમીનનાં જૂના ડખ્ખામાં બે પરિવારનો ઝગડો : જમીન પ્રકરણમાં ધારિયા ઉડતા સામસામે ફરિયાદનો બનાવ : પોલીસ મથક પાસે બનેલી ઘટનામાં કાયદા-વ્યવસ્થાને લઈ શહેરભરમાં ચર્ચા

ટંકારામાં ઈશાબાપાની છાપરી નામે ઓળખાતી જમીનની જગ્યા બાબતે ટંકારા મુસ્લિમ સમાજનાં આગેવાન અને પરિવાર વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલી રહ્યો છે. જેમાં માજી સરપંચ અને તેમના ભાઈઓની જમીન વહેંચણીનાં મનદુખે અંગે ગઈકાલે સવારે આ મામલો વધુ વકરતા બંને પક્ષો સામસામે આવતા ફિલ્મ જેવાં સ્ટંટ જોવા મળ્યા હતા.
આ બનાવમાં બંને પક્ષ સામસામે આવતા ફરિયાદ નોંધાઈ છે. જેમાં હબીબ ઈશાભાઈ અબાણી તેના ભત્રીજા રફિક હાસમ, ગફાર ઈબ્રાહિમ, સિરાજ ઈબ્રાહિમ અને કાસમ ઈબ્રાહિમ વિરુદ્ધ ગાળો બોલી ધારિયાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે ગફારભાઈ અબાણી, હબીબ ઈશાભાઈ , ઇમરાન હબીબ, અને આદમ ઈશાભાઈ વિરુદ્ધ આજ રોજ ફરિયાદ નોંધાઈ છે.
ટંકારા પોલીસ અધિકારી પ્રદીપભાઈ ગોહેલે બંને પક્ષોની સામસામેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.ત્યારે નોંધનીય છે કે, આ પરિવાર ટંકારાનો આગેવાન પરિવાર છે. તો બીજી તરફ આ પરિવાર માજી સરપંચ અને રાજકીય ક્ષેત્રે અગ્રેસર પણ છે. જે પરિવારનાં જુના અદાલતી કેસનું આજે મારામારીનાં સ્વરૂપમાં વરવું દ્રશ્ય ઉભું થયું છે.

- text