મોરબી જિલ્લામાં સલામતીના ભાગરૂપે આજ રાતનાં 12 વાગ્યા સુધી નેટબંધી લંબાવાઈ

- text


મોરબી : હળવદમાં ગુરુવારે સાંજે બે જૂથ વચ્ચે સર્જાયેલી લોહિયાળ અથડામણ બાદ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભી થયેલી તંગ સ્થિતિમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અફવાના ફેલાય અને શાંતિનું વાતાવરણ ના જોખમાય તે માટે ગઈકાલ રાતનાં 9 વાગ્યાથી આજે શુક્રવારના બપોરના 12 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં આજે આ નેટ બંધીની મુદત વધારીને સાંજના 6 વાગ્યા સુધી કરવામાં આવી હતી. અને ફરીથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેટ બંધી એટલે કે મોબાઈલ ઈન્ટરનેટ સેવા શુક્રવારના રાત્રીના 12 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે હાલ મોરબી જિલ્લામાં અને ખાસ હળવદમાં સ્થિતિ થાળે પડી રહી છે. અને પોલીસ તંત્ર સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

- text

- text