મોરબી : દફતરી પરિવાર દ્વારા પુત્રની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજ્યો

- text


છેલ્લા પાંચ વર્ષથી પરિવારજનો દ્વારા થેલેસેમિયા બાળકોને લોહીની ઉણપ ન પડે તે માટે રકતદાન કેમ્પ યોજીને તેમને મદદરૂપ થઈને પુત્રને સાચી શ્રદ્ધાંજલી આપવામાં આવે છે

મોરબીમાં કાર્તિક વિક્રમભાઈ દફતરી થેલેસેમિયા બીમારીથી પીડાતો હતો. તેનું થેલેસેમીયા બીમારીને કારણે નાની વયે અવસાન થયું હતું. તેથી તેના પરિવારજનો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી તેની પુણ્યતિથિએ થેલેસેમીયા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ કાર્તિકની પુણ્યતિથિ નિમિતે શહેરના સ્કાય મોલ પાસે દફતરી પરિવાર દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં સવારથી સાંજ સુધી ચાલેલા બ્લડ ડોનેશન કેમ્પ માં 200થી વધુ લોકો એ રકતદાન કર્યું હતું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વારંવાર લોહીની જરૂરીયાત રહે છે અને લોહી ન મળે તો તેના પર જાનનું જોખમ રહે છે. તેથી દફતરી પરિવાર દ્વારા તેમના પુત્રની જેમ અન્ય બાળકો પણ લોહીથી વંચિત ન રહી જાય તે માટે રક્તદાન કેમ્પ કરીને  થેલેસેમિયા બાળકોને મદદરૂપ થવાનું પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે.

- text