મોરબી : ૧૬ જુને વિનામૂલ્યે નેત્રમણી કેમ્પનું આયોજન

- text


મોરબી : શ્રીમતિ રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સ્વ. ગાંડુભાઈ માધુભાઈ ગોલતરનાં સ્મરણાર્થે કાનાભાઈ ગાંડુભાઈ તથા વિજયભાઈ ગાંડુભાઈનાં આર્થિક સહકારથી તેમજ રાષ્ટ્રીય જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટી રાજકોટનાં સહયોગ અને મોરબી સરકારી આંખની હોસ્પિટલનાં તબીબી સહકારથી વિનામૂલ્યે ફેકો મશીનથી ટાંકા વગરનાં નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન તા, ૧૬ જુન શુક્રવાર સવારે ૮ વાગ્યે સરકારી આંખની હોસ્પિટલ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ નેત્રમણી કેમ્પમાં મોરબી સરકારી આંખની હોસ્પિટલનાં સર્જન ડો. વી.સી. કાતરીયા તથા ઓપ્થ.આસી. એસ.એમ. કાલરીયા અને કૃણાલભાઈ તબીબી સેવા આપશે તેવું મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતિ રેખાબેન કાતરિયા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text

- text