મોરબી : સાત ગામોની પાણી સમસ્યાનો નિકાલ

- text


લોકકલ્યાણ અર્થે બાબુભાઈ બોખરીયાએ સાતેય ગામને સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવાની મંજૂરી આપી

મોરબી : મોરબીનાં સાત ગામોમાં ગંભીર જળ કટોકટી સર્જાય છે ત્યારે સાતેય ગામનાં સરપંચો અને ભાજપાના આગેવાનોએ ગાંધીનગરના મંત્રી બાબુ બોખરીયાને રજૂઆત કરી હતી. જેના પગલે મંત્રીએ સાતેય ગામને સૌની યોજના હેઠળ નર્મદા નીર આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી પાણી સમસ્યાનો ઉકેલ લાવ્યો છે.
મોરબી તાલુકાનાં જાબુડીયા, પાનેલી, ગિડચ, લખધીરપુર, મકનસર, બંધુનગર અને કાલિકાનગર એમ સાત ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. સાતેય ગામોમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી તેથી આ સાતેય ગામના ૨૦ હજાર ગ્રામ્યવાસીઓ બોરના પાણી પર આધારિત છે. પરંતુ હાલમાં બોરનું પાણી નોચે ઉતરી જવાથી પાણીની કટોકટી ઊભી થઈ છે. આથી આ તમામ ગામનાં સરપંચો તથા પાનેલી ગામનાં પૂર્વ સરપંચ ગૌતમભાઈ હડીયલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઇ ગોલ્તર, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય બાવનજી મેતાલીયા સહિતનાં આગેવાનો રજૂઆત માટે ગાંધીનગર દોડી ગયા હતાં. ત્યાં કેબીનેટ મંત્રી બાબુ બોખરીયાને પાણીની કટોકટીને કારણે પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરી હતી. આથી લોકકલ્યાણ અર્થે બાબુભાઈ બોખરીયાએ સાતેય ગામને સૌની યોજનામાંથી નર્મદા નીર આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

- text

- text