મોરબી : સમગ્ર જિલ્લામાં ટ્રાફિક પોલીસની જંગી ઝુંબેશ

- text


મોરબી : જિલ્લામાં એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસે ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથધરી હતી. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જિલ્લામાંથી કુલ ૯૦ વાહનો ડિટેઇન કરી રૂ.૬૦૪૫૦નો દંડ વસૂલ્યોહતો.

- text

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસે જિલ્લામાં ખાસ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં એ ડિવીજને ૨૪ વાહનો ડિટેઇન કરી રૂ.૨૪૦૯૦નો દંડ, બી ડિવીજને ૧૫ વાહનો ડિટેઇન કરી રૂ.૧૨૭૦૦નો દંડ, માળીયા(મી) પોલીસે ૭ વાહનો ડિટેઇન કરી રૂ.૭૯૫૦નો દંડ, મોરબી તાલુકાએ ૧ વાહન ડિટેઇન કરી
રૂ.૫૦૦૦નો દંડ, વાંકાનેર સીટીમાં બે વાહન ડિટેઇન રૂ.૨૧૦૦નો દંડ, વાંકાનેર તાલુકામાં ૧૦ વાહનો ડિટેઇન અને હળવદમાં ૩ વાહનો ડિટેઇન કરી રૂ.૩૪૦૦નો દંડ કર્યો હતો. જ્યારે જિલ્લા ટ્રાફિક પોલીસે ચાર વાહનો અને એલસીબીએ છ વાહનો ડિટેઇન કર્યા હતાં. આ સમગ્ર માહિતી જિલ્લા ટ્રાફિક પોલીસ પીએસસાઈ મકવાણાએ મોરબી અપડેટને જણાવી હતી.

- text