મોરબી :  જિલ્લાનાં કુલ ૭૮૧૨૦ બાળકોને ORS પેકેટનું વિતરણ કરાશે

- text


૧૨ થી ૨૪ જૂન દરમિયાન સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી

મોરબી : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ તા. ૧૨ થી ૨૪ જૂન દરમિયાન હાથ ધરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લાનાં કુલ ૩૫૫ ગામો તથા શહેરી વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. ઉપરાંત તમામ ઘરોમાં ૦-૫ વર્ષનાં બાળકોની સંખ્યા મુજબ આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા મોરબી જિલ્લાનાં કુલ ૦ થી ૫ વર્ષનાં ૭૮૧૨૦ બાળકોને ORS પેકેટનું વિતરણ કરી આ કાર્યક્રમ આવરી લેવામાં આવશે. આરોગ્યની દરેક સંસ્થા જેમ કે સબ સેન્ટર, પ્રા.આ.કે., સા.આ.કે. અને જિલ્લાની ખાનગી હોસ્પિટલ ખાતે ORS કોર્નર બનાવી ORS બનાવવાની રીત અને તેના ઉપયોગ અંગે લોકોને માહિતી આપશે. લોકો આ કાર્યક્રમથી માહિતગાર થાય અને લોકોમાં જાગૃતી કેળવાય તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાળકોને ઝાડાનાં રોગથી બચાવી  શકાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા.આ.કે. કક્ષા, તાલુકા કક્ષા તેમજ જિલ્લા ક્ક્ષાએથી તાલીમ આપવામાં આવેલી છે.

- text

- text