મોરબી : મધ્યપ્રદેશમાં ખેડૂતોને થયેલા અન્યાય સામે કાલે વિરોધ પ્રદર્શન

- text


મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં આદેશ અનુસાર મધ્યપ્રદેશમાં ખેડૂતોનાં અંદોલન દરમિયાન થયેલા ગોળીબાર સામે વિરોધ કરવા મોરબી જિલ્લા કલેક્ટર કચેરી નવા સેવા સદન સામે આવતીકાલે તા. ૯ જૂનનાં રોજ સવારે ૧૦ વાગ્યે દેખાવ અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એવું સોનલબેન જકાસણીયા પ્રમુખ જિલ્લા પંચાયત, ક્રિશ્નાબેન પટેલ પ્રમુખ મહિલા કોંગ્રેસ, બ્રિજેશ મેરજા પ્રમુખ જિલ્લા કોંગ્રેસ, પારસ ઘકાણ પ્રમુખ આઈટી સેલ, પુષ્પરાજસિંહ જાડેજા પ્રમુખ યુવક કોંગ્રેસ અને દેવેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ એનએસયુઆઈની યાદીમાં જણાવી સૌ કાર્યકરો અને અગ્રણીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.

- text

- text