ટંકારા વોટ્સએપ ગ્રુપમાં ડો.બાબાસાહેબ વિરુદ્ધ ટિપ્પણી થતા દલિત સમાજની લાગણી દુભાય

- text


મહામાનવ અને બૌધીસત્વ ડો.બાબાસાહેબ આંબેડકર વિશે વોટ્સએપ ગુપમા અભદ્ર ટિપ્પણી કરવા બદલ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને દલિત સમાજે આવેદનપત્ર આપી નિયમોનુસાર કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ‘રંગીલુ બાબરા ગ્રુપ’માં અમરાપરાના કોલેજીયન મોહિત નીમાવતે કરેલ અભદ્ર ટિપ્પણીથી દલિત સમાજમા રોષ ફેલાયો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરાઇ છે.

- text

ટંકારા બહુજન સમાજ પાર્ટીના લેટર પેડ પર નાના ખિજડીયાના નરેશભાઈ ચૌહાણ દ્વારા ટંકારા પોલીસનાં ફોજદાર ડિ. બી. ગૌસ્વામીને લેખિત રજૂઆત કરી ડો. બાબા સાહેબ આંબેડકર વિષે બાબરાના અમરાપરાના મોહિત રાજુભાઈ નીમાવત જેણે કોલેજીયન યુવકના ‘રંગીલુ બાબરા’ વોટ્સએપ ગ્રુપમા અભદ્ર ટિપ્પણી કરી સમાજના મસીહાને ખરાબ કહેનાર વિરૂદ્ધ ફોજદારી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહીની માંગ કરતુ આવેદનપત્ર આપ્યું છે. આ તકે સમાજના હેમતભાઈ ચાવડા, નરશીભાઈ વરણ, વિજયભાઈ ચૌહાણ, હશુભાઈ કટારીયા, નરેન્દ્રભાઈ ચૌહાણ, પી.એન.ચૌહાણ, છગનભાઈ ચૌહાણ, હરેશ જાદવ, રોહિત જાદવ, આશીષ ચૌહાણ, પરશોતભાઈ ચૌહાણ
વગેરે હાજર રહ્યા હતા.

 

- text