મોરબીમાં મહાવીર જયંતિ નિમિતે જૈન સમાજ દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : મોરબીના ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા મહાવીર જયંતિ નિમિત્તે તારીખ 19 થી 21 એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સમસ્ત જૈન સંઘની પાઠશાળાના બાળકો, બાલિકાઓ, ભાઈઓ થતા બહેનો ભાગ લઈ વિવિધ ધાર્મિક કૃતિઓ રજુ કરશે.

ત્રિ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે, તારીખ 19 એપ્રિલના શુક્રવારના રોજ સવારે 8:15 કલાકે દરબારગઢ દેરાસર ખાતે ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યો સંગીત સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ભણાવશે. જ્યારે તારીખ 20 એપ્રિલ શનિવારના રોજ જૈન સંઘની પાઠશાળાના બાળકો, બાલિકાઓ વિવિધ ભવ્ય કાર્યક્રમો રજૂ કરશે. આ કાર્યક્રમ 8:45 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમના દાતા પરિવાર પ્રભુ મહાવીર સ્વામીના પારણાને ધર્મનાથ જૈન બેન્ડ દ્વારા વાજતે ગાજતે રાત્રે 8:30 કલાકે દેરાસરથી પ્રોગ્રામ સ્થળ ખાતે પ્રભુ મહાવીર સ્વામીનું પારણું પધરાવશે. આ દરમિયાન ભવ્ય લક્કી ડ્રોના કુપનો પણ આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે 77788 00068, 94262 37498 ઉપર ફોન કરીને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

સાથે જ તારીખ 21 એપ્રિલ રવિવારના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી પ્રભુ મહાવીર સ્વામીના જીવન ચરિત્ર પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેકને પ્રોત્સાહન ઇનામો તથા પ્રથમ, દ્વિતિય ,તૃતિય નંબર અપાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે 20 એપ્રિલ સુધીમાં મોબાઈલ નંબર 95745 42427 પર નામ લખાવી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ જ દિવસે રાત્રીના 7 કલાકે દરબારગઢ દેરાસરના હોલમાં મંડળના સભ્યો દ્વારા પૂ. ગુરુભગવંતની નીશ્રામાં સંધ્યા ભક્તિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે સમસ્ત મોરબી જૈન સંઘના ભાઈઓ તથા બહેનોએ પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text