મોરબીના રામકૃષ્ણનગરમાં ફોનમાં બોલાચાલી બાદ લારીમાં આગ લગાડી દેવાઈ

- text


સામાપક્ષે પણ ફોનમાં બોલાચાલી બાદ હુમલો કરાયાની વળતી ફરિયાદ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતા યુવાન સાથે ફોનમાં વાતચીત કરવા મામલે બે શખ્સોએ ઝઘડો કરી ધોલ ધપાટ કર્યા બાદ ફરિયાદીના ઘેર જઈ ચપ્પલની લારી સળગાવી દેતા પાંચ આરોપીઓ વિરુદ્ધ વૃધ્ધાએ ફરિયાદ નોંધાવી હતી. સમાપક્ષે છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવતા ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા ગૌરીબેન મનુભાઈ ડુંગરા ઉ.60 નામના વૃધ્ધાએ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના પુત્ર નવઘણ સાથે આરોપી વેલાભાઈ રાવળ, જયુભા દરબારને ફોનમાં બોલાચાલી થઈ હોય જેનો ખાર રાખી અજાણ્યા બેથી ત્રણ માણસોને સાથે રાખી ઘેર આવી નવઘણને માર મારી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી બાદમાં તેમના બીજા પુત્રને બાઈક સ્લીપ થતા પગમાં લાગી જતા દવાખાને જતા ત્યાં જઈ ને પણ માથાકૂટ કર્યા બાદ ગૌરીબેનના ઘેર જઈ ચંપલની લારી સળગાવી નાખતા પાંચ આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાએ ફરિયાદ નોંધાવી હતી.

- text

બીજી તરફ સમાપક્ષે શનિ ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકિયાએ વળતી ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે પોતે તેમના મિત્ર જયુભા દરબાર સાથે ચાલીને જતા હતા ત્યારે આરોપી નવઘણ તેના ઘર પાસે ઉભો હોય શનિ ઉર્ફે વેલાએ નવઘણને ફોનમાં કેમ જેમ તેમ બોલે છે કહેતા આરોપી નવઘણ અને નવઘણના ભાણેજે બોલાચાલી કરી ઝઘડો કરી છરીનો ઘા ઝીકી દેતા હાથમાં ઇજાઓ પહોંચી હોવાનું અને હાલના રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ છે. બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text