મોરબીના લીમડાવાળા મામા દેવનો ચોથો પાટોત્સવ યોજાશે

- text


મોરબી : મોરબી શહેરના લાતી પ્લોટ-6મા મુનનગરમાં આવેલ લીમડાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ-7 ને તારીખ 15 એપ્રિલ સોમવારના દિવસે લીમડાવાળા મામા દેવ ચોથો પાટોત્સવ નિમિત્તે “વિરપુરૂષ યજ્ઞ તથા ડાક ડમરૂ’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મામા દેવની મહા આરતી સાંજે 6:30 કલાકે, મહા પ્રસાદ મંદિરે સાંજે 6:45 કલાકે, ડાક-ડમરૂનો કાર્યક્રમ રાત્રે 10 કલાકે યોજાશે. રાવળ દેવ કાથળભાઈ અને મીલનભાઈ, મામા દેવ ઉપાશક કૌશીકભાઈ અને ઉપાશક કુલદીપભાઇ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે મોરબીની સર્વે ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text