મોરબી જિલ્લા કલેકટરના હથિયાર જમા કરાવવાના જાહેરનામને હાઇકોર્ટમાં પડકાર

- text


લોકસભા ચૂંટણીને પગલે અમલી જાહેરનામા સામે સ્ટે આપવા હાઇકોર્ટનો ઈન્કાર

મોરબી : લોકસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લા કલેકટર દ્વારા તમામ હથિયાર પરવાનેદારોને હથિયાર જમા કરાવવા ખાસ જાહેરનામું અમલી બનાવતા મોરબીના એક અરજદારે આ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યું છે. જો કે, હાઇકોર્ટે જાહેરનામા સામે સ્ટે આપવા ઇન્કાર કરી મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણીપંચને નોટિસ જારી કરી આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ લોકસભા ચૂંટણીને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેકટર દ્વારા શાંત અને નિર્ભિક વાતાવરણમા ચૂંટણી યોજાય તે હેતુથી જાહેરનામું પ્રસિદ્ધ કરી તમામ હથિયાર પરવાનેદારને હથિયાર જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે જે અન્વયે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા પણ હથિયાર જમા કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા એક અરજદારે હાઇકોર્ટમાં આ જાહેરનામું પડકારી જાહેરનામાની કાયદેસરતાને પડકારી છે.

આ મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણીપંચને નોટિસ જારી કરી આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરી છે, જો કે જાહેરનામા સામે સ્ટે આપવા હાઇકોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે.

- text