મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી

- text


ધ્વજા રોહણ, મહા આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા ધામ ધુમથી ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજા રોહણ, મહા આરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

આજે ચેટીચંડ (ચૈત્ર બીજ)ના દિવસે જુલેલાલ જન્મોત્સવ નિમિત્તે મોરબીના સ્ટેશન રોડ પર આવેલા સિંધુભવન ખાતે સવારે 8 કલાકે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું . ત્યારબાદ 11 વાગ્યે મહા આરતી કરવામાં આવી હતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો ત્યારબાદ સાંજે ધામધૂમથી શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ તકે સમાજના વેપારીઓએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખીને જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ – બહેનો જોડાયા હતા.

- text

- text