લોહાણાપરાની શાકમાર્કેટમાં ગટર ઉભરાતા રીતસર નદી વહે છે : સ્થાનિકો ત્રાહિમામ

- text


મોરબી : મોરબીના લોહાણાપરા-1માં આવેલ શાક માર્કેટમાં ગટર ઉભરાતા રીતસરની નદી વહે છે. દર 4-5 મહિને આવી રીતે ગટરનું પાણી ઉભરાય છે અને ભરાય જાય છે. જેને પગલે અહીં આવતા લોકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નગરપાલિકા આ સમસ્યા દૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

- text