રમઝાન માસમાં રોજા પાળી અલ્લાહની બંદગી કરતાં મોરબીના બાળ રોજેદારો

- text


મોરબી : મુસ્લિમ બિરાદરો માટે હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીના અનેક બાળ રોજેદારોએ રોજા પાળીને અલ્લાહની બંદગી કરી હતી.


જુડવા ભાઈઓએ રોજા રાખ્યા

મોરબીની શિપાઈ શેરી ગઢની રાંગ પાસે રહેલા સાબીરભાઈ નાગોરીના 9 વર્ષના જુડવા બાળકો મોહમદ ઝહેન અને મોહમદ જીયાને આખા રમઝાન માસમાં રોજા પાળ્યા હતા અને અલ્લાહની બંદગી કરી હતી.


આઠ વર્ષના બાળકે આખો મહિનો રોજા રાખ્યા

રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ બિરાદરો લીન છે ત્યારે અલ્લાહ પાકની બંદગી કરવામાં નાના બાળકો પણ પાછી પાની કરતા નથી. ત્યારે મોરબીના સિપાઈ વાસ ગઢની રાંગ પાસે રહેતા રાઠોડ ઈરફાનભાઇના આઠ વર્ષના દીકરા અલી અહેમદે પણ રમઝા ન માસ દરમિયાન આખો મહિનો રોજા રાખીને અલ્લાહ પાકની બહારગામા ઈમાનનું સબૂત પેશ કરી રાઠોડ પરિવાર અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું.

- text


દીકરીઓએ પણ રોજા રાખ્યા

આ તરફ મોરબીની અક્ષાબાનુ અસરફભાઈ તેમજ મોઢિયા તન્વીબાનુ જુસબભાઈ તેમજ મોઢિયા બલ્લુ જુસબભાઈની બંને દીકરીઓએ પણ રમજાન માસમાં 30 રોજા પુરા કરીને પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.


- text