Morbi: રાજપર (કું) ગામે રામેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે

- text


પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દરરોજ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

મોરબી : મોરબીના રાજપર (કું) ગામે નવનિર્મિત રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13 થી 15 એપ્રિલ દરમિયાન ઉજવાશે.

સુવારીયા પરિવાર તથા સમસ્ત રાજપર (કું) ગામ દ્વારા રામેશ્વર મહાદેવ મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 13 એપ્રિલ ને શનિવાર થી 15 એપ્રિલ સોમવાર સુધી યોજાશે. આ પ્રતિષ્ઠા મહાત્સવમાં 12 એપ્રિલના રોજ બપોરે 4-30 થી 6-30 સુધી દેહ શુદ્ધિ યોજાશે. જેમાં સર્વે યજમાનોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

પ્રથમ દિવસે 13 એપ્રિલના રોજ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિધિ યોજાશે. જ્યારે રાત્રે 9 કલાકે ગરબાનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર સોનલબેન વ્યાસ/અલ્પાબેન (સોમનાથ/ હિતેષભાઈ સોની અને નિલેશભાઈ દેત્રોજા (રાજપર (કું)) સાંજીદાઓ સાથે હાજર રહેશે.

- text

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે 14 એપ્રિલના રોજ નકલંક મંદિર-બગથળાના મહંત દામજી ભગત બપોરે 11 કલાકે આશીર્વચન પાઠવવા હાજરી આપશે. બીજા દિવસે રાત્રે 9 કલાકે લોકડાયરો યોજાશે જેમાં કલાકાર શ્રૃતિબેન પટેલ (લોકગાયિકા), નાનજીભાઈ ગડારા (ભજનીક) અને હાસ્યકલાકાર પ્રફુલભાઈ જોષી ઉપસ્થિત રહેશે. અંતિમ દિવસે તારીખ 15 એપ્રિલના રોજ સવારે 9-40 કલાકે ભગવાન શિવ સહપરિવાર રામેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન થશે. ત્યારબાદ સવારે 10-30 થી 11-30 સુધી સન્માન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં એન.એન. ધુમલીયાના હસ્તે ગામના મુખ્ય દાતાઓ અને સ્વયંસેવકો અને ભૂદેવોનું સન્માન કરાશે. બપોરે 1 કલાકે પૂર્ણાહુતિ હોમ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ મહોત્સવના આચાર્ય પદે શાસ્ત્રી ભારદ્વાજભાઈ સાતા (ભાગવતાચાર્ય જ્યોતિષાચાર્ય, કર્મકાંડ આચાર્ય, પડધરીવાળા) બિરાજશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દરરોજ બપોરે અને સાંજે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

- text