મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી રૂ.1.60 લાખની ચોરી કરનાર બેલડી ઝડપાઇ 

- text


છારા ગેંગના બે શખ્સોએ જેતપુરમાં પણ રૂ.1 લાખની ચોરી કરી હોય, રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડી

મોરબી : મોરબીમાં 4 દિવસ પૂર્વે સ્કુટરની ડેકીમાંથી રૂ.1.60 લાખની રોકડની ચોરી કરનાર બેલડીએ જેતપુરમાં પણ ચોરીને અંજામ આપ્યો હોય, રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે આ બેલડીને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તા.4ના રોજ સાંજના સાડા પાંચ છએક વાગ્યના અરસામાં જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તાર એમ.જી. રોડ ગઢીયા ચેમ્બરમાં આવેલ આંગડીયા પેઢીની બાજુમાથી એક ડબલ સવારી નંબર વગરના મોટર સાયકલમા ચહેરા ઉપર કપડુ બાંધી આવેલ ઈસમોએ આંગડીયા પેઢીના સંચાલક હરીભાઈ જેન્તીભઈ ગોસાઈ મોટર સાયકલ ઉપર થેલામાં રાખેલ રોકડ રૂ. ૧,૦૦,૦૦૦/- ની ચોરી નાસી ગયેલ હોય જે અંગે જેતપુર સીટી પો.સ્ટે.માં ગુનો નોંધાયો હતો. જેથી રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર પોલીસની ટિમો આ કેસની તપાસમાં લાગેલી હતી.

- text

હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સ મારફતે મળેલ હકીકત આધારે આ ગુનામા સંડોવાયેલ બંને છારા ગેંગના સભ્ય સુજીતભાઇ નારજીભાઇ ઇન્દરેકર, રહે. કુબેરનગર, છારાનગર સીંગલ ચાલી,જી.અમદાવાદ અને ચેતન ઉર્ફે ચીન્ટુ વિજયભાઇ ઘમન્ડે, રહે. કુબેરનગર, છારાનગર નવખોલી, જી.અમદાવાદને જેતપુર – જુનાગઢ રોડ ઉપરથી પકડી પાડવામાં આવ્યા છે.

વધુમાં પ્રાથમિક પૂછપરછમાં બન્ને આરોપીએ આજથી ચાર દિવસ પહેલા મોરબીના એ. ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં નવા ડેલા રોડ ઉપર જીજે 36ઓ 5022 નંબરના એક્ટિવાની ડેકીમાંથી રૂ.1.60 લાખની રોકડની ચોરી કરી હતી. હાલ આ મામલે રાજકોટ એલસીબીએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા એ ડિવિઝને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text