સૂર્યગ્રહણને કારણે આજે સોમવતી અમાસનું વિશેષ મહત્વ, જાણો

- text


Morbi; વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે. આ તિથિ પૂર્વજોને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ આ દિવસે પૂર્વજોના નામે તર્પણ અને શ્રાદ્ધ કરે છે તેને પિતૃ દોષ માંથી મુક્તિ મળે છે. સોમવતી અમાસ 8 એપ્રિલ, 2024ના રોજ છે. સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. તેમજ આ દિવસે સૂર્યગ્રહણ પણ છે. આથી આ દિવસનું મહત્વ વધી જાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન છે, જે અમાસ અને ખાસ કરીને સોમવતી અમાસ પર કરવાથી પિતૃ દોષોથી છુટકારો મેળવી શકાય છે. સાથે જ ધન અને સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય છે. આવો જાણીએ આ ઉપાયો કયા કયા છે.


પીપળાનું વૃક્ષ વાવો

જો તમારી કુંડળીમાં પિતૃ દોષ છે અને સંતાન થવામાં મુશ્કેલી પડી રહી છે, તો તમે અમાસના દિવસે એક પીપળાનો છોડ લો અને તેને સુમાસામ જગ્યાએ વાવો. શક્ય હોય તો આ છોડની ઓછામાં ઓછા એક વર્ષ સુધી સેવા કરો. આમ કરવાથી પિતૃદોષ અને સંતાન પ્રાપ્તિની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આ સાથે જ ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.


સૂર્ય પુરાણનો પાઠ કરો

જો તમને અસાધ્ય રોગ હોય અને તમારી કુંડળીમાં પિતૃ દોષ હોય તો તમારે અમાસના દિવસે સૂર્ય પુરાણ વાંચવું જોઈએ. આ દિવસે સૂર્ય ગ્રહણ નો સંયોગ પણ છે. પરંતુ ભારતના અમુક ક્ષેત્રોમાં દેખાવાનું નથી એટલે આપણે ભારતમાં પાડવાનું નથી. સૂર્યગ્રહણ લાગવાનું નથી એટલે આમ કરવાથી તમારું અટકેલું કામ થઈ જશે. આ સાથે જ તમને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે.

- text


રુદ્રાભિષેક કરો

સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. સાથે જ ભગવાન શિવનો અભિષેક પણ કરો. આમ કરવાથી તમે તમારી આર્થિક મુશ્કેલી દૂર થશે. વળી, આવકનો રસ્તો પણ ખુલશે.


પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરો

સોમવતી અમાસના દિવસે પિતૃ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઈએ. તેમજ બ્રાહ્મણનો ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. સાથે જ પૂર્વજો પ્રસન્ન થાય છે અને સારા આશીર્વાદ આપે છે.


પિતૃ દેવ પ્રસન્ન થશે

તમે પિતૃ દેવને પ્રસન્ન કરવા માટે સોમવતી અમાસની સાંજે ઘરની બહાર દક્ષિણ દિશામાં પૂર્વજો માટે તેલનો દીવો પ્રગટાવો.


- text