08 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 08 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ અમાસ, વાર સોમ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1857 – મંગલ પાંડે શહીદ દિવસ. ભારતના 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન અંગ્રેજો પર પ્રથમ ગોળી ચલાવનાર મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી.

1929 – ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન ભગત સિંહ અને બટુકેશ્વર દત્તની દિલ્હી સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

1950 – ભારત અને પાકિસ્તાન વચ્ચે લિયાકત-નેહરુ કરાર. આ કરાર બંને દેશોમાં રહેતા લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતાઓને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યો હતો.

1957 – ઇજીપ્તમાં સુએઝ નહેર ફરી ખોલવામાં આવી.

1973 – સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસોનું અવસાન. તેમને કદાચ 20મી સદીના સૌથી પ્રતિભાશાળી ચિત્રકાર માનવામાં આવે છે.

1985 – ભોપાલ દુર્ઘટના: ભારતે ‘યુનિયન કાર્બાઇડ’ વિરૂધ્ધ ભોપાલ દુર્ઘટના,જેમાં ૨,૦૦૦ લોકોનાં મૃત્યુ અને ૨૦૦,૦૦૦ ને ઇજા થયેલ,માટે મુકદમો દાખલ કર્યો.

1988 – જનરલ વેંગ શાંગ કુન ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

1999 – ડ્રોર ઓરપાઝ અને કારમિટ સુબેરા (ઇઝરાયેલ) એ 30 કલાક 45 મિનિટ સુધી સતત ચુંબન કરવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો, ચીને ડાંગરના ભૂસામાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.

2000 – કોલંબિયાના કાર્ટિજેના શહેરમાં જૂથનિરપેક્ષ દેશોના વિદેશ મંત્રીઓની 13મી પરિષદ શરૂ થઈ.

2001 – સરિસ્કામાં ભારત-ઈંગ્લેન્ડ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ, બાંગ્લાદેશમાં હિંદુઓની સંપત્તિ પરત કરવા માટે બિલ પસાર થયું.

2002 – અમેરિકાનું અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ થયું.

2003 – અમેરિકન આર્મીએ બગદાદમાં બંકરો પર બોમ્બમારો કર્યો, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા, પરંતુ સદ્દામની ઓળખ થઈ ન હતી.

2005 – વેટિકન સિટીમાં સ્વર્ગસ્થ પોપને છેલ્લી વિદાય આપવામાં આવી.

2006 – લ્યુકાશેન્કોએ ત્રીજી વખત બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.

2008 – એક મહત્વપૂર્ણ નિર્ણયમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકની સરકારોએ શીખોને અલ્પસંખ્યક જાહેર કર્યા છે. ઈરાને તેના યુરેનિયમ પ્લાન્ટમાં 6000 નવા સેન્ટ્રીફ્યુજ લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. પાકિસ્તાનમાં પરમાણુ પ્લાન્ટમાં ગેસ લીક થવાને કારણે બે લોકોના મોત થયા છે.

- text

2013 – યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન માર્ગારેટ થેચરનું લંડનમાં અવસાન થયું. તે માત્ર ગ્રેટ બ્રિટન જ નહીં, કોઈપણ યુરોપિયન દેશની પ્રથમ મહિલા વડા પ્રધાન હતા અને 20મી સદીમાં સતત ત્રણ ટર્મ સુધી આ પદ સંભાળનાર એકમાત્ર બ્રિટિશ વડા પ્રધાન હતા. જાપાનમાં સદીઓથી બૌદ્ધ લોકો આ દિવસને બુદ્ધના જન્મદિવસ તરીકે ઉજવે છે.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1887 -રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’ (૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫): વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, ગુજરાત, ભારત

1892 – હેમચંદ્ર રાયચૌધરી – ઇતિહાસકાર

1900 – નવલપક્કમ પાર્થસારથી – એક ભારતીય વૈજ્ઞાનિક, આંતરરાષ્ટ્રીય ચોખા આયોગના કાર્યકારી સચિવ અને થાઈલેન્ડ સરકારના ચોખા સલાહકાર હતા.

1915 -સાહિત્યકાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદના પુર્વ પ્રમુખ શ્રી યશવંત શુક્લનો જન્મ ઉમરેઠ, તા.ઉમરેઠ, જિ.આણંદ, ગુજરાત, ભારત

1924 – કુમાર ગાંધર્વ – ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક.

1937 – આર. ગુંડુ રાવ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન.

1938 – કોફી અન્નાન – સંયુક્ત રાષ્ટ્રના સાતમા ભૂતપૂર્વ મહાસચિવ છે.

1950 – દિનેશ કુમાર શુક્લ – હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ.

1982 – અલ્લુ અર્જુન – તેલુગુ ફિલ્મ અભિનેતા

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1857 – મંગલ પાંડે – ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના પ્રથમ નાયક હતા.(જ. ૧૮૨૭)

1894 – બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય – ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના સર્જક હતા. ભારતીય નવલકથાકાર, કવિ, નિબંધકાર અને પત્રકાર (જ. ૧૮૩૮)

1953 – વાલચંદ હીરાચંદ – ભારતના પ્રખ્યાત ઉદ્યોગપતિ.

1973 – પાબ્લો પિકાસો – સ્પેનના પ્રખ્યાત ચિત્રકાર હતા.

2008 – શરણ રાની – ‘હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત’ના વિદ્વાન અને જાણીતા સરોદવાદક

2015 – ડી. જયકાંતન – પ્રખ્યાત તેલુગુ લેખક હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text