મોરબીના જીલ્લાના બે કલાકારોને અતુલ્ય વારસો આયડેન્ટી એવૉર્ડથી સન્માનિત કરાયા

- text


લોકસાહિત્ય ક્ષેત્રના અશ્વિનભાઇ બરાસરા અને પાઘડી કલા ક્ષેત્રના વિક્રમસિંહ જાડેજાનું સંગીત નાટ્ય અકાદમી દિલ્લીના વાઇસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના હસ્તે સન્માન 

મોરબી : હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર (અતુલ્ય વારસો) એ વર્ષ ૨૦૦૮થી ગુજરાતમાં હેરિટેજ અને કલા સંસ્કૃતિ ઉજાગર થાય એ માટે કાર્યરત છે. જેના દ્વારા વિક્રમસિંહ જાડેજા (પાઘડી કલા) અને લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરાને (લોકસાહિત્ય) પોતાની ઉમદા કામગીરી અને તેના જતન માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રીસર્ચ સેન્ટર દ્વારા “અતુલ્ય-વારસો આઈડેન્ટીટી એવોર્ડ : ૨૦૨૩-૨૪” જાહેર કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ૧) ઈતિહાસ અને પુરાતત્વ, કલા અને સંસ્કૃતિ, ૨) પર્યાવરણ અને જળ સરંક્ષણ, ૩) પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ (ચિત્ર, સંગીત, રંગોળી, હસ્તકલા વગેરે), ૪) લેખન અને પ્રકાશન, ૫) હેરીટેજ પ્રવાસન આ પાંચ ક્ષેત્રમાં સારી કામગીરી, ફરજ નિભાવી રહેલ વ્યક્તિ, સંસ્થા, સમુદાયને સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ આજે ૦૭ એપ્રિલએ ગાંધીનગર સેક્ટર 12 માં ડો. આંબેડકર ભવન મુકામે ઉપરોક્ત વિષયનાં જ તજજ્ઞો દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રયાસ રાજ્યસ્તરે નાના મોટા સ્થળોએ રહી આપણી ધરોહરને ઉજાગર કરતા સૌ લોકોને એક મંચ પર જોડાવાનો છે અને સૌ સાથે મળી રાજ્યહિતમાટે આગામી સમયમાં ઉમદા કાર્ય કરી શકીએ એવો છે. ત્યારે આ એવોડ મોરબી જીલ્લાના બે કલાકારો વિક્રમસિંહ જાડેજા (પાઘડી કલા ) અને લોકસાહિત્યકાર અશ્વિનભાઇ બરાસરા ને (લોકસાહિત્ય ) ક્ષેત્રે પોતાની ઉમદા કામગીરી અને તેના જતન માટે એનાયત કરાયો હતો.

આ કાર્યક્રમમાં પી.કે.લહેરી – પૂર્વ મુખ્ય સચિવ, સંગીત નાટ્ય અકાદમી દિલ્લી ના વાઇસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, આંબેડકર યુનિ. વાઈસ ચાન્સેલર અમિબેન ઉપાધ્યાય, જાણીતા કલાકાર મકરંદ શુકલા, ઇતિહાસવિદ્દ ડૉ. વિશાલ જોશી, કલાતીર્થનાં અધ્યક્ષ રમણિકભાઈ ઝાપડિયા, જાણીતા સામાજીક કાર્યકર્તા મિત્તલબેન પટેલ સહીતના મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાતભરમાંથી ૨૦૦થી વધુ કલાસાધકો જોડાયા હતા અને 131 કલાકરોને આ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. એવું સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી કપિલ ઠાકરએ જણાવ્યું હતું.

- text

- text