મોરબીમાં નેત્રયજ્ઞ કેમ્પનો 294 દર્દીઓએ લાભ લીધો

- text


અત્યાર સુધી 31 કેમ્પમાં કુલ 9,885 લોકોનું વિનામુલ્યે સચોટ નિદાન થયું

મોરબી: શહેરના જલારામ મંદિર ખાતે તારીખ 4 એપ્રિલ ગુરુવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. જેમાં 294 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 158 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશ ખેરડીયા, ડો.સુદામા, હેમુ પરમાર, આદમભાઈ, નિલેશ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી.

સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો.

- text

- text