મોરબીના બેલા નજીક લોડર હડફેટે મહિલાનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના બેલા રંગપર નજીક આવેલ લીડસન કારખાનામાં પ્રેસ વિભાગની બહાર જીજે – 36 – એસ – 3426 નંબરના લોડર ચાલકે રામવતીબેન રામગોપાલભાઈ ઉર્ફે લખનભાઈ ઉ.31 નામના મહિલાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવતા મૃતકના પતિ રામગોપાલભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી નાસી ગયેલા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text