મોરબીમાં વિદેશી દારૂની 95 બોટલ સાથે મહિલા ઝડપાઇ, એક ફરાર

- text


મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક આવાસ યોજનામાં રહેતી મહિલા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડની 95 બોટલ સાથે મહિલાને ઝડપી લઈ દારૂનો જથ્થો આપી જનાર બુટલેગરનું નામ ખોલાવી ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ દલવાડી સર્કલ નજીક આવાસ યોજનામાં રહેતી સંગીતાબેન જીજ્ઞેશગીરી ગૌસ્વામી ઉ.31 નામની મહિલા ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા મહિલાના મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની 95 બોટલ કિંમત રૂપિયા 25220 મળી આવી હતી. વધુમાં આરોપી સંગીતાને વિદેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતો આરોપી જુનેદ તૈયબભાઈ ચાનીયા આપી ગયો હોવાનું મહિલાએ કબુલતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી જુનેદને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text