મોરબીમાં પાંચ મહિલા સહિત નવ જુગારી પકડાયા

- text


સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અને ત્રાજપરમા બે અલગ અલગ દરોડા પાડયા

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અને ત્રાજપર વિસ્તારમાં અલગ અલગ બે દરોડા પાડી જુગારની મજા માણી રહેલ પાંચ મહિલા સહિત નવ જુગારીઓને પકડી પાડયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ સીટી બી ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં વિશિપરા ચાર ગોદામ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિશાલભાઇ ભુપતભાઇ બારૈયા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, રંજનબેન ભુપતભાઇ બારૈયા, મુમતાજબેન હસનભાઇ પીંજારા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને રોકડા રૂપિયા 16600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે બીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર અવેળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા દિલીપભાઇ ચોંડાભાઇ પાટડીયા, પુનમબેન દિલીપભાઇ પાટડીયા અને ગીતાબેન રમેશભાઇ ધરજીયાને રોકડા રૂપિયા 21,430 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text