હરિયાણાથી કચ્છ જતો પોણો કરોડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી ક્રાઇમબ્રાન્ચ

- text


એક આરોપી પકડાયો અન્યના નામ ખુલ્યા

મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે લોકસભા ચુંટણી પુર્વે હરીયાણાના અંબાલાથી કચ્છમાં ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતા વિદેશી દારૂ બિયરનો જંગી જથ્થો પકડી પાડી અંદાજે 1.07 કરોડનો મુદ્દામાલ પકડી પાડી એક શખ્સને ઝડપી લઈ અન્યોના નામ ખોલાવવામાં સફળતા મેળવી હતી.

મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફની ટીમે પો.હેડ.કોન્સ.સુરેશભાઇ હુંબલ, વિક્રમભાઇ ફુગશીયા, ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડને મળેલી બાતમીને આધારે અમદાવાદ કચ્છ હાઇવે ઉપર હળવદ તરફથી માળીયા તરફ જતા ટાટા ટ્રક ટ્રેઇલર નંબર-RJ-52-GA-4919માંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બિયરનો જંગી જથ્થો પકડી પાડી આરોપી મોહિન્દરસીંગ રશલસીંગ રહે.ફતેહપુર પ્રાયમરી સ્કુલ પાસે શેખાન પોસ્ટ રણવીરસીંગ પોરા જી.જમ્મુ (જમ્મુ – કાશ્મીર) વાળાને ઝડપી લીધો હતો.જયારે આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી અરમેશબાબુ રહે.ઉતરપ્રદેશ, બીટુભાઇ રહે. પંજાબ તથા માલ મંગાવનાર શખ્સના નામ ખોલાવી તમામ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

વધુમાં એલસીબી ટીમે આરોપીના કબ્જામાંથી રોયલ સ્ટગ બેરલ સીલેકટ વ્હીસ્કીની 2280 બોટલો કિંમત રૂપિયા 9,12,000, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 4500 બોટલો કિંમત રૂપિયા 23.44 લાખ, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1068 બોટલ કિંમત રૂપિયા 3,20,400, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1176 બોટલો કિંમત રૂપિયા 2,64,600, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 4800 બોટલ કિંમત રૂપિયા 4.80 લાખ, મેકડોલ નંબર-1 ડીલક્ષ વ્હીસ્કીની 3576 બોટલો કિંમત રૂપિયા 13.41 લાખ, મેકડોલ નંબર-1 કલેકશન વ્હીસ્કીની 6000 બોટલો કિંમત રૂપિયા 6 લાખ, સીગ્નેચર પ્રીમીયમ સ્મુથ એન્ડ ક્રીમી વ્હીસ્કીની 420 બોટલો કિંમત રૂપિયા 3,44,400, ટયુબર્ગ સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના 6720 ટીન કિંમત રૂપિયા 6,72,000 સહિત 72,74,400 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 1,07,92,790નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text