વાંકાનેરમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચા નો ચમચો ફટકરાયો

- text


વાંકાનેર : વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ત્રણ શખ્સોએ હુમલો કરી કપાળમાં ચા બનાવવાનો ચમચો ફટકારી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન વાંકાનેર જીનપરા જકાતનાકા નજીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને આરોપી કાળુભાઇ મોગલ, અકબર ફકીર અને એક અજાણ્યા શખ્સે મોબાઈલ ફોનમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ચા બનાવવાના ચમચા વડે કપાળમાં નેણ પાસે ઘા ઝીકી દેતા ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text