05 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 05 એપ્રિલ, 2024 છે. આજની તારીખે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ઉજવાય છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ વદ, તિથિ અગિયારસ, વાર શુક્ર છે. આજે પાપમોચીની એકાદશી વ્રત છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1722 – ડચ અન્વેષક ‘જેકબ રોગ્ગવીને'(Jacob Roggeveen) ઇસ્ટર ટાપુ (Easter Island) શોધી કાઢ્યો.
1930 – અસહકાર આંદોલન દરમિયાન, ગાંધીજીએ પ્રસિધ્ધ દાંડીકુચ કરી અને મીઠાનાં કાનુનનો ભંગ કર્યો.
1957 – ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને ‘ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ’ તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
1975 – સાઉદી અરેબિયાના રાજા ફૈઝલની હત્યા થઇ.
1999 – ઈરાકમાં વાયગ્રા પર પ્રતિબંધની જાહેરાત, ‘હેન્દ્રા’ નામના વાયરસથી બચવા માટે મલેશિયામાં 8 લાખ 30 હજાર ભૂંડોની સામૂહિક હત્યા કરવામાં આવી.

2001 – જાસૂસી વિમાન કેસમાં અમેરિકા નમતું ઝોક્યું, ચીનની માફી માંગી, સંયુક્ત રાષ્ટ્રની ટીમ મિલોસેવિકની ધરપકડ કરવા બેલગ્રેડ પહોંચી.
2002 – ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ વચ્ચે મોર-કલાવા-મંડલે રોડ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સહમતિ.
2003 – અમેરિકાની સંસદમાં પાકિસ્તાનની નાણાકીય સહાયમાં કાપ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો.

2006 – સિંગાપોરમાં ઇમિગ્રેશનના અપરાધમાં 45 ભારતીયોની ધરપકડ કરવામાં આવી.
2007 – ઈરાને 15 બ્રિટિશ નેવી સૈનિકોને મુક્ત કર્યા.
2008 – પાર્વતી ઓમાનકુટ્ટન ફેમિના મિસ ઈન્ડિયા વર્લ્ડ બની. ઈરાકમાં આત્મઘાતી હુમલામાં 9ના મોત. અફઘાનિસ્તાનમાં ભારતીય સિરિયલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
2010 – ભારતના છત્તીસગઢના દંતેવાડામાં નક્સલવાદીઓના અત્યાર સુધીના સૌથી ભયાનક હુમલામાં 73 CRPF જવાનો શહીદ થયા હતા.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે ડિસેબિલિટી પેન્શનના દાવા પર ચુકાદો આપતાં કહ્યું હતું કે સેના સાથે જોડાયેલા લોકોની રજા દરમિયાન જો કોઈ દુર્ઘટના થાય છે, તો તેમને ફરજ પર ગણવા જોઈએ.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1479 – ગુરુ અમરદાસ – શીખ ધર્મના ત્રીજા ગુરુ, જેમની 73 વર્ષની ઉંમરે ગુરુ બનાવવામાં આવ્યા હતા.
1856 – બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (અ. ૧૯૧૫)

- text

1908 – જગજીવન રામ – રાજકારણી, સામાજિક કાર્યકર, સંસદસભ્ય અને કેબિનેટ મંત્રી તરીકે જીવનભર દેશની સેવા કરી.(અ. ૧૯૮૬)
1909 – ‘આલ્બર્ટ આર.બ્રોકોલિ, અમેરિકન ચલચિત્ર (અ. ૧૯૯૬).(જેમ્સ બોન્ડ શ્રેણી).
1916 – ગ્રેગરી પેક (Gregory Peck), અમેરિકન ચલચિત્ર અભિનેતા (અ. ૨૦૦૩)
1920 – રફિક ઝકરિયા (Rafique Zakaria), ભારતીય લેખક, રાજકારણી (અ. ૨૦૦૫)
1923 – મો. ઉસ્માન આરીફ – ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ અને કેન્દ્રીય બાંધકામ અને આવાસ મંત્રાલયમાં નાયબ મંત્રી હતા.
1933 – દિવાકર શર્મા – સંસ્કૃત, હિન્દી અને રાજસ્થાની ભાષાઓના વિદ્વાન હતા.
1938 – હુકુમ સિંહ – એક ભારતીય રાજકારણી અને હરિયાણાના મુખ્યમંત્રી હતા.
1939 – કે. રહેમાન ખાન – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.

1967 – અનુ ગર્ગ – ભારતીય-અમેરિકન લેખક અને વક્તા.
1969 – રવીન્દ્ર પ્રભાત – ઇન્ટરનેટ પર સક્રિય લેખકોમાં અગ્રણી અને પ્રખ્યાત વ્યક્તિ.
1977 – તેજસ શિશાગિયા, પત્રકાર, રાજકોટનો જન્મ દિવસ
1992 – અતનુ દાસ – એક ભારતીય તીરંદાજ છે જેણે વર્ષ 2008માં તેની તીરંદાજ તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1922 – પંડિતા રમાબાઈ – પ્રખ્યાત ભારતીય વિદ્વાન મહિલા અને સમાજ સુધારક.
1940 – સી.એફ. એન્ડ્રુઝ – એક ખ્રિસ્તી મિશનરી, શિક્ષણશાસ્ત્રી અને ગાંધીજીના સહાયક હતા.
1989 – પન્નાલાલ પટેલ – ગુજરાતી ભાષાના જાણીતા લેખક હતા.
1993 – દિવ્યા ભારતી – અભિનેત્રી
2007 – લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (જ.૧૯૦૮)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text