મોરબીના પાંચ દારૂના ધંધાર્થીઓ પાસા હેઠળ અલગ – અલગ જેલમાં ઘકેલાયા

- text


લોકસભા ચૂંટણીને પગલે મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી

મોરબી : આગામી લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તે હેતુથી મોરબી જિલ્લા પોલીસવડાએ દ્વારા અટકાયતી પગલાઓની સાથે દારૂના ધંધાર્થીઓને પાસા તળે જેલ ભેગા કરવા કાર્યવાહી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ દરખાસ્ત કરવામાં આવતા આ દરખાસ્ત મંજુર કરવામાં આવતા પાંચ બુગલેગરોને અલગ અલગ જેલમાં ધકેલી દેવાયા છે.

મોરબી જિલ્લા પોલીસે કરેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજુર કરવામાં આવતા વિદેશી દારૂના ધંધામાં સંડોવાયેલ આરોપી સિંકદર ઉર્ફે સીકલો કાદરભાઇ મોવર, રહે.મોરબી વીશીપરા બીલાલી મસ્જીદ પાછળ, મુળ રહે.કાંજરડા તા.માળીયા મી.જી.મોરબી વાળાને પોરબંદર જેલમાં, આરોપી સાહિલ ઉર્ફે સવો રહેમાનભાઇ ચાનીયા, રહે.મોરબી કાલીકા પ્લોટ, સાયન્ટીફીક રોડ, શેરી નંબર-11 તા.જી.મોરબી વાળાને અમદાવાદ જેલ, હિતેષ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા, રહે.મોરબી, કુબેર ટોકીઝ પાછળ,ધાર ઉપર, મફતીયાપરા વાળાને લાજપોર જેલ, સુરત, આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાને વડોદરા જેલમાં તેમજ આરોપી કિશનભાઇ પ્રવિણભાઇ લવા, રહે.જેપુર ત્રીમંદિર સામે, બ્રહમપુરી સોસાયટી,તા.જી.મોરબી વાળાને વડોદરા જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, સીટી બી ડિવિઝન પીઆઇ કે.એમ.છાસીયા, એલસીબી પીએસઆઇ કે.એચ.ભોચીયા, એસ.આઇ.પટેલ, વાંકાનેર તાલુકા પીએસઆઇ એલ.એ.ભરગા તેમજ પોલીસ મથકના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text