RTE હેઠળ રીજેક્ટ થયેલી અરજીમાં 6 એપ્રિલ સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે

- text


Morbi: બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ આપવા માટેની યોજના RTE (Right to Education)હેઠળ આ વર્ષે ઓનલાઈન 2,35,387 અરજીઓ મળી હતી. જેમાંથી 20,944 જેટલી અરજીઓ નિયમાનુસાર વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે. આ અમાન્ય થયેલી અરજીઓમાં 6 એપ્રિલ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની તક આપવામાં આવી છે.

- text

ઓનલાઈન આવેલી તમામ અરજીઓની જિલ્લા કક્ષાએ તારીખ 14 માર્ચ થી 1 એપ્રિલ સુધી ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાંથી કૂલ 20,944 અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય ઠરાવવામાં આવી છે. આ અમાન્ય ઠરેલી અરજીઓમાં અરજદારો 4 એપ્રિલ થી 6 એપ્રિલ સુધીમાં ઓનલાઈન વેબ પોર્ટલ http://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને રીજેક્ટ થયેલી અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો અપલોડ કરીને એપ્લિકેશન સબમિટ કરી શકશે. આ અંગેની જાણકારી અરજદારોને SMS દ્વારા પણ કરવામાં આવશે. આ અરજીઓની પુનઃચકાસણી 4 એપ્રિલ થી 8 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલી અરજીમાં સુધારો કરવા માંગતા ન હોય તો આવી અરજી અમાન્ય રાખી આગળની પ્રક્રિયા કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 15 એપ્રિલ ને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે.

 

- text