તારા પિતાની જમીનમાંથી ભાગ લઈ આવ ! મોરબીની પરિણીતાને સાસરીયાઓનો ત્રાસ

- text


મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા-વનાળીયા ઉમિયાનગરમા રહેતી પરિણીતાને તેના સાસરી પક્ષના લોકો કરિયાવર બાબતે તથા પિતાની જમીનમાં ભાગ માંગવા બાબતે મારકૂટ તથા મેણાટોણા મારી પરિણીતાને શારીરિક – માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ-સસરા, દિયર, જેઠ સહીત છ સામે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-વનાળીયા ઉમિયાનગરમાં માવતરે રહેતા અને મોરબી તાલુકાના માણેકવાડા ગામ સાસરું ધરાવતા સંગીતાબેન નામના મહિલાએ મહિલા પોલીસ મથકમાં આરોપી જગદીશભાઇ વાલજીભાઇ ચૌહાણ(પતિ), વાલજીભાઇ મુળજીભાઇ ચૌહાણ(સસરા), પ્રભાબેન વાલજીભાઇ ચૌહાણ(સાસુ), નરેશભાઇ વાલજીભાઇ ચૌહાણ(જેઠ),મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ(દિયર) રહે.માણેકવાડા ગામ તથા ધનજીભાઇ ગોવિંદભાઇ પરમાર રહે-નવા દેવળીયા તા.હળવદ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેણીના પતિ જગદીશભાઈ તથા સાસરીયાપક્ષના આરોપીઓ અવાર નવાર ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતોમા બોલાચાલી કરી માથાકૂટ કરતા હોય તેમજ ‘કરીયાવર ઓછો લાવી છો’ તેમ કહી પિતાની જમીનમા ભાગ માંગવા દબાણ કરી દહેજની માંગણી તથા અંધશ્રધ્ધા રાખી ગાળો આપી મારપીટ અને એકબીજાને ખોટી ચડામણી કરી અવારનવાર મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે પતિ સહિતના છ સાસરી પક્ષના આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- text

- text