વાંકાનેરના પાતાળીયા બ્રિજ પરથી નીચે ઝંપલાવનાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : આજ રોજ વાંકાનેરના પાતાળીયા બ્રિજ પરથી એક યુવકે અચાનક નીચે છલાંગ લગાવી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

- text

મળેલી માહિતી પ્રમાણે વાંકાનેરના ગાયત્રી મંદિર પાસે રહેતો યુવાન મુનાભાઈ સલાટ આજ રોજ પાતાળીયાએ બ્રીજ પરથી નીચે ઝંપલાવ્યું હતું. જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગણતરીની મિનિનટમાં જ 108ના પાયલોટ રાજદિપસિંહ જાડેજા અને ઈએમટી સાગરભાઈ મેર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા યુવકને વાંકાનેર હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે યુવકને ખસેડવામાં આવ્યો હતો.

- text