વાંકાનેરમાં એક્ટિવા ઉપર વિદેશી દારૂની ખેપ મારતા બે ઝડપાયા

- text


પોલીસે વિદેશી દારૂની 27 બોટલ સહીત 40,995નો મુદામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ગાયત્રી મંદિર નજીક વોચ ગોઠવી બે શખ્સોને એક્ટિવા મોટર સાયકલમાં વિદેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ વિદેશી દારૂની 27 બોટલ સહીત 40,995નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, વાંકાનેર ગાયત્રી મંદિર નજીકથી આરોપી ચેતનભાઈ ધીરજલાલ કુણપરા, રહે.વાંકાનેર મફતીયાપરા ગાયત્રીમંદીર સામે અને આરોપી કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.વાંકાનેર આરોગ્યનગર વાળો એક્ટિવા મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની હેરફેર કરી રહ્યા છે જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી બન્ને આરોપીઓને ઝડપી લઈ તલાસી લેતા એક્ટિવામાંથી રૂપિયા 10,995ની કિંમતની વિદેશી દારૂની 27 બોટલ મળી આવતા પોલીસે 40,995ની કિંમતનો મુદામાલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text